Home / Gujarat / Rajkot : A religious structure on the Rajkot-Ahmedabad highway was demolished

Rajkot News: રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા એક ધાર્મિક બાંધકામનું ડિમોલિશન કરાયું

Rajkot News: રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા એક ધાર્મિક બાંધકામનું ડિમોલિશન કરાયું

Rajkot: રાજકોટ-અમદાવાહ હાઈ-વે પર આવેલા એક ધાર્મિક બાંધકામનું તંત્રએ ડિમોલિશન હાથ ધર્યું હતું. અગાઉ આ બાંધકામનું ડિમોલિશન ન કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટે આ ધાર્મિક બાંધકામ દરગાહ ગેરકાયદેસર હોવાથી અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તંત્રએ બાંધકામ દૂર કર્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાજકોટના આણંદપર ગામના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર-૨૭ નજીક આવેલી દરગાહને તોડી પાડવાના સરકારના આદેશને પડકારતી કટારિયા ઉસ્માનગની હાજીભાઈ ટ્રસ્ટ દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ અનિરુધ્ધા પી.માથીએ સરકારના સત્તાવાળાઓના નિર્ણયને બહાલ રાખ્યો હતો. નેશનલ હાઇવે પરની આ દરગાહ હાઇવેના વિસ્તરણ અને વિકાસ માટે દરગાહ હટાવવાનો માર્ગ મોકળો થતા ડિમોલેશન કરવામાં આવ્યું હતું. 

Related News

Icon