બોલિવૂડના લોકપ્રિય અભિનેતા રાજકુમાર રાવ (Rajkummar Rao) અને તેની પત્ની પત્રલેખા (Patralekha) એ ફેન્સને મોટી ગુડ ન્યૂઝ આપી છે. તમને જણાવી દઈએ કે રાજકુમાર (Rajkummar Rao) અને પત્રલેખા (Patralekha) ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. આ કપલે પોસ્ટ દ્વારા ફેન્સને આ માહિતી આપી છે. આ ગુડ ન્યૂઝ આવતાની સાથે જ બધાએ કપલને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું.

