
ગુજરાતની વિસાવદર બેઠક અને પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક પર આપની શાનદાર જીત બાદ આપ નેતા અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ચાર રાજ્યોમાં પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બે બેઠકો જીતી છે. આ બેઠકોમાંથી એક ગુજરાતની વિસાવદરની અને બીજી પંજાબની લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠક છે. આ જીતથી ઉત્સાહિત આપ સંયોજક કેજરીવાલે કહ્યું કે 2027માં તોફાન આવવાનું છે.
શું કેજરીવાલ રાજ્યસભામાં જશે? જવાબ આવ્યો
લુધિયાણા પશ્ચિમ વિધાનસભા પેટાચૂંટણીમાં પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાની જીત બાદ શું કેજરીવાલ રાજ્યસભામાં જશે તેવો સવાલ પૂછાતાં કેજરીવાલે કહ્યું કે, 'હું રાજ્યસભામાં નથી જવાનો. રાજ્યસભામાં કોણ જશે તે પાર્ટીની રાજકીય બાબતોની સમિતિ નક્કી કરશે.'
https://twitter.com/AAPDelhi/status/1937096159392133292
કેજરીવાલે બીજું શું કહ્યું?
કેજરીવાલે કહ્યું, 'આજે કેટલીક વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીના પરિણામો આવ્યા છે. 5 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ 2 બેઠકો જીતી છે. જ્યારે ભાજપ, કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસે એક બેઠક જીતી છે. ગુજરાતની વિસાવદર બેઠક અને પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક પર આપનો વિજય થયો છે. કેજરીવાલે કહ્યું, 'હું લોકોને AAP પર વિશ્વાસ કરવા બદલ આભાર માનું છું.
કેજરીવાલે કહ્યું કે, ફેબ્રુઆરી 2022માં પંજાબમાં અને ડિસેમ્બર 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. એ સમય કરતાં લગભગ બમણા માર્જિનથી અમે ગુજરાતની વિસાવદર બેઠક અને પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક જીતી છે. આ એક સંકેત છે કે પંજાબમાં અમારી સરકાર છે. જ્યાં લોકો અમારા કામથી ખુશ છે. પંજાબમાં પેટાચૂંટણી મુદ્દે ઘણા લોકો કહી રહ્યા છે કે આ 2027 ની સેમિફાઇનલ છે. 2027 માં તો તોફાન આવવાનું છે.