રણબીર કપૂર અને યશ સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રામાયણ'નો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. તેને જોયા પછી ફેન્સનો ઉત્સાહ વધી ગયો છે. નિતેશ તિવારી દિગ્દર્શિત આ ફિલ્મના પહેલા ટીઝરમાં જોરદાર વિઝ્યુઅલ ઈફેક્ટ્સ બતાવવામાં આવી છે. રિલીઝ થતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયું છે. એવામાં ફિલ્મની સ્ટારકાસ્ટથી લઈને રિલીઝ ડેટ સુધીની દરેક વિગતો જાણીએ.

