
સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ તેના ગ્રાહકો માટે એક શાનદાર નવો રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. BSNLના આ નવા રિચાર્જમાં ગ્રાહકો દર મહિને ફક્ત 100 રૂપિયામાં ડેટા અને કોલિંગ સુવિધા મેળવવાની સાથે પોતાનો ફોન નંબર સક્રિય રાખી શકે છે. BSNLનું આ નવું રિચાર્જ ખાસ કરીને એવા ગ્રાહકો માટે રજૂ કરવામાં આવ્યું છે જે વારંવાર રિચાર્જ કરવા માંગતા નથી. આ ઉપરાંત જે ગ્રાહકોને વધુ ડેટાની જરૂર નથી તે પણ આ પ્લાન રિચાર્જ કરાવી શકે છે. અહીં જાણો BSNLના 1198 રૂપિયાના રિચાર્જ પ્લાન વિશે વિગતવાર...
BSNLનો 1198 રૂપિયાનો રિચાર્જ પ્લાન
BSNL ના આ પ્રીપેડ રિચાર્જ પ્લાનની વેલિડિટી એક આખા વર્ષ માટે છે. આ રિચાર્જ પ્લાનમાં 300 મિનિટ કોલિંગ અને 3GB ડેટા આપવામાં આવે છે. આ ઉપરાંત આ પ્લાનમાં દર મહિને 30 SMS પણ આપવામાં આવે છે.
BSNLનું આ નવું સસ્તું રિચાર્જ એવા વપરાશકર્તાઓ માટે છે જે દર મહિને ઓછો મોબાઇલ ખર્ચ ઇચ્છે છે. આ BSNL રિચાર્જ ફોનને લાંબા સમય સુધી સક્રિય રાખવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. હવે આ રિચાર્જ સાથે તમારે એક વર્ષ સુધી વારંવાર રિચાર્જ નહીં કરવું પડે.
BSNLના આ નવા રિચાર્જ પ્લાનની કિંમત 1198 રૂપિયા છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસ છે. આનો અર્થ એ થયો કે વપરાશકર્તાઓ દર મહિને માત્ર 100 રૂપિયા ખર્ચ કરીને એક વર્ષ સુધી પોતાનો મોબાઇલ નંબર સક્રિય રાખી શકશે.
આ પ્લાનમાં યુઝર્સને દર મહિને 3GB ડેટાની સુવિધા મળે છે. આ ઉપરાંત તમને કોઈપણ નેટવર્ક પર કોલ કરવા માટે 300 મિનિટ અને 30 SMS મળે છે.
નોંધનીય છે કે ખાનગી ટેલિકોમ કંપનીઓ દ્વારા રિચાર્જ ટેરિફમાં વધારો કર્યા પછી મોટી સંખ્યામાં ગ્રાહકો BSNL તરફ વળ્યા છે. હવે BSNLનો આ પ્લાન ઓછી કિંમતે બેઝિક ઇન્ટરનેટ અને કોલિંગ સુવિધા સાથે વધુ સારો વિકલ્પ છે.