Donald Trump News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળવાની સાથે જ રેસિપ્રોકલ ટેરિફના નામે રાજકીય અને આર્થિક પાસા ફેંકીને આખા વિશ્વના નાણાકીય બજારોને હચમચાવી નાખ્યા હતા, પરંતુ હવે તેમના ટેરિફના આ જ પાસા ઉલ્ટા પડી રહ્યા છે. તેના લીધે અમેરિકાને ગણતરીના દિવસોમાં 82.3 અબજ ડોલરનો ફટકો પડી ચૂક્યો છે. ટ્રમ્પ આ પ્લાન પર આગળ વધતા જશે તો આ આંકડો પણ વધતો જશે.બીજી બાજુ ટ્રમ્પે તેની ધાકધમકી ચાલુ રાખી છે. તાજેતરમાં જ ટ્રમ્પે એક એવા બિલને ટેકો આપ્યો છે જેમાં રશિયા સાથે ધંધો કરતા દેશો પર 500 ટકા ટેરિફ નાંખવાની ચેતવણી અપાઈ છે. આ દેશોમાં ચીન અને ભારતનો પણ સમાવેશ થાય છે.

