Ahmedabad news: ગુજરાતના યુવકે થાઈલેન્ડના પટાયામાં આયોજિત વર્લ્ડ પાવરલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો છે. અમદાવાદના રહેવાસી લલિત પટેલે ગોલ્ડ મેડલ જીતનાર ગુજરાતના પ્રથમ વ્યકિત છે જેને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. થાઈલેન્ડમાં પટાયામાં ગત 10મેથી 12ના રોજ વર્લ્ડ પાવરલિફ્ટિંગમાં લલિત પટેલે 405 કિલો વજન ઉઠાવી ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

