PM મોદી સવારે 10 વાગ્યા આસપાસ વડોદરા એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા . એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી એક કિલોમીટરનો રોડ શો કરશે. હાલમાં મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનના સ્વાગત માટે પહોંચી રહ્યાં છે. તો બીજી તરફ પોલીસે પણ ડોગ અને બોમ્બ સ્ક્વોડથી ચેકિંગ કરવામાં આવ્યું છે.વડાપ્રધાન મોદીને આવકારવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
નારીશક્તિમાં વિકાસ ભી ઓર વિરાસત ભીનો વડાપ્રધાનનો સંકલ્પ
વડોદરા ખાતે પધારી રહેલા વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે પધારેલી નારીશક્તિમાં વિકાસ ભી ઓર વિરાસત ભીનો વડાપ્રધાનનો સંકલ્પ પ્રતિબિંબિત થઇ રહ્યો છે. તેમાંય ખાસ કરીને પરંપરાગત વસ્ત્ર પરિધાન ઉપરાંત શાસ્ત્રીય નૃત્યો પણ જોવા મળી રહ્યા છે.
શોભા પર્ફોમન્સ આર્ટ્સ ગ્રુપની પાંચ કલાકાર
એરપોર્ટ રોડ ઉપર શોભા પર્ફોમન્સ આર્ટ્સ ગ્રુપની પાંચ કલાકાર યુવતી દ્વારા એક સ્ટેજ ઉપર સુંદર શાસ્ત્રીય નૃત્ય રજૂ કરવામાં આવી રહ્યા છે. આ નૃત્યો આકર્ષણ જમાવી રહ્યા છે.વડોદરામાં સિંદૂર સન્માન યાત્રામાં નારીશક્તિના વિવિધ સ્વરૂપના દર્શન થઇ રહ્યા છે. કેટલીક યુવતીઓ પરંપરાગત વસ્ત્ર પરિધાન ધારણ કરી વિરાસતની ઝાંખી કરાવી રહી છે.