Sabarkantha News: ગાંધીના ગુજરાતમાં ઠેક ઠેકાણેથી દારુ ઝડપાવવાની ઘટનાઓ સામે આવે છે. એવામાં સાબરકાંઠામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ ઉમેદવાર દારુ સાથે ઝડપાયા છે. સાબરકાંઠામાં મહાદેવપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ પદની ચૂંટણી લડી રહેલા ઉમેદવાર વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા છે.

