
Sachin Tendulkar Birthday: આજનો દિવસ દુનિયાભરના ક્રિકેટ ફેન્સ માટે ખૂબ જ ખાસ છે. આજ, એટલે કે 24 એપ્રિલ તે દિવસ છે જ્યારે ક્રિકેટની દુનિયા પર રાજ કરનાર વ્યક્તિનો જન્મ થયો હતો. 1973માં, મુંબઈમાં રમેશ તેંડુલકરના ઘરે એક બાળકનો જન્મ થયો અને માત્ર 16 વર્ષ પછી, દુનિયાએ તે બાળકમાં એક મહાન ખેલાડી જોયો. જેનું નામ છે સચિન તેંડુલકર (Sachin Tendulkar) જેને ક્રિકેટ જગતનો ભગવાન (God of Cricket) કહેવામાં આવે છે. આજે તેનો જન્મદિવસ છે.
સચિન તેંડુલકર (Sachin Tendulkar) એ 15 નવેમ્બરના રોજ પાકિસ્તાન સામે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું અને બતાવ્યું કે તે આવનારા દિવસોમાં 22 યાર્ડ્સનો રાજા બનશે. બેટિંગ કરતી વખતે જે અશક્ય લાગતું હતું, તે સચિને શક્ય બનાવી બતાવ્યું. વર્ષ 2013માં, તેણે ક્રિકેટને અલવિદા કહ્યું, પરંતુ નિવૃત્તિ પછી પણ, ક્રિકેટ જગતમાં સચિનનું શાસન ઓછું નથી થયું અને ન તો તેની બ્રાન્ડ વેલ્યુ ઓછી થઈ છે અને તેથી સચિન (Sachin Tendulkar) નિવૃત્તિ પછી પણ કરોડોની કમાણી કરી રહ્યો છે.
સચિનની નેટવર્થ
જ્યારે સચિન (Sachin Tendulkar) રમતો હતો, ત્યારે તે ઘણી બધી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ કરતો હતો. તે કંપનીઓની પહેલી પસંદ હતો. આજે પણ તે ઘણી કંપનીઓ માટે જાહેરાત કરે છે. તે સતત કમાણી કરી રહ્યો છે અને તેની નેટવર્થમાં વધારો કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સચિનની નેટવર્થ આશરે 175 મિલિયન એટલે કે 1436 કરોડ રૂપિયા છે.
સચિન (Sachin Tendulkar) ના પોતાના કેટલાક બિઝનેસ પણ છે અને તે કેટલીક બ્રાન્ડ્સનો કો-ઓનર પણ છે. સચિન ટ્રુ બ્લુ નામના ક્લોથિંગ બ્રાન્ડનો માલિક છે. મુંબઈમાં સચિનના નામ પર એક રેસ્ટોરન્ટ પણ છે. વર્ષ 2021માં, સચિને જેટસિન્થેસિસમાં પણ રોકાણ કર્યું હતું, જેના હેઠળ 100 એમબી ગેમિંગ પ્રોજેક્ટમાં રોકાણ કરવામાં આવ્યું હતું. ટેન એક્સ યુ એક સ્પોર્ટ્સ બ્રાન્ડ છે, તે સચિન (Sachin Tendulkar) ની બ્રાન્ડ છે.
મુંબઈમાં આલીશાન ઘર અને મોંઘી ગાડીઓ
સચિન (Sachin Tendulkar) નું એક આલીશાન ઘર છે જે મુંબઈના બાંદ્રામાં આવેલું છે. આ ઘરની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, જેમાં જીમથી લઈને સ્વિમિંગ પૂલ અને બગીચા સુધી બધું જ છે. આ સિવાય સચિન પાસે ઘણી મોંઘી ગાડીઓ છે. તેને ગાડીઓનો પણ શોખ છે. સચિનના કાર કલેક્શનમાં BMW અને Audi બ્રાન્ડની ઘણી કારનો સમાવેશ થાય છે.