
મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રી અને શિવસેનાના દિગ્ગજ નેતા સંજય શિરસાટ ઘણા દિવસોથી મુશ્કેલીમાં મુકાયા છે. થોડા દિવસો પહેલા આયકર વિભાગે અચાનક વધી ગયેલી સંપત્તિ મુદ્દે શિરસાટને નોટિસ ફટકારી હતી, ત્યારે હવે તેમનો નોટોથી ભરેલી બેગ અને સિગારેટના કશ સાથેનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટના બાદ વિપક્ષો આક્રમક બની ગયા છે. શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે ફડવણવીસ પર કટાક્ષ કર્યો છે.
શિરસાટનો વીડિયો વાયરલ
વાયરલ થયેલા વીડિયોમાં શિરસાટ શોર્ટ્સ અને ગંજી પહેરેલી સ્થિતિમાં બેડ પર બેઠેલા જોવા મળી રહ્યા છે. તેઓ સિગારેટને કશ લેતા અને ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યા છે. તેમની બાજુમાં કાળા રંગની બે બેગ પડેલી છે, જેમાં એક ખુલ્લી બેગમાં નોટોના બંડલો અને બીજી બેગ બંધ દેખાઈ રહી છે. વીડિયોમાં તેમનો પાલતુ કુતરો પણ દેખાઈ રહ્યો છે.
https://twitter.com/anjali_damania/status/1943616094549487958
મને ફડણવીસ પર દયા આવી રહી છે : સંજય રાઉત
શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે (Sanjay Raut) સંજય શિરસાટ (Sanjay Shirsat)નો વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું કે, ‘મને દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) પર દયા આવી રહી છે. છેવટે તેમણે કેટલીક જોવું પડશે કે, તેમની ઈજ્જત વારંવાર કલંકિત થઈ રહી છે. મજબૂરીનું બીજુ નામ: ફડણવીસ...’
વાયરલ વીડિયો અંગે શિરસાટે શું કહ્યું?
રાઉતે વીડિયો શેર કર્યા બાદ શિરસાટે જવાબ આપ્યો છે. શિવસેનાના મંત્રી શિરસાટે કહ્યું કે, ‘હું પ્રવાસ કરી પરત આવી રહ્યો હતો અને કપડા બદલ્યા બાદ મારા બેડરૂમમાં બેઠો હતો. મારો શ્વાન પણ મારી સાથે હતો. એવું લાગે છે કે, તે સમયે કોઈએ મારો વીડિયો રેકોર્ડ કર્યો છે.
અગાઉ આયકર વિભાગે શિરસાટને નોટિસ ફટકારી હતી
આ પહેલા આયકર વિભાગે 2019-2024 વચ્ચે વધેલી સંપત્તિ મામલે શિરસાટને નોટિસ મોકલી હતી. નોટિસ બાદ મીડિયા સાથે વાત કરતા શિરસાટે કહ્યું હતું કે, ‘કેટલાક લોકોને મારાથી વાંધો છે, પરંતુ તેમને જવાબ મળી જશે. સિસ્ટમ પોતાનું કામ કરી રહ્યું છે અને મને તેનાથી કોઈ સમસ્યા નથી. હું કોઈપણ દબાણમાં નથી. આયકર વિભાગ તમામ તપાસ કરી રહી છે. મને 9 જુલાઈ સુધીમાં જવાબ આપવા કહ્યું હતું. મેં જવાબ આપવા માટે સમય માંગ્યો છે. હું કોઈપણ તપાસનો સામનો કરવા માટે તૈયાર છું.’