ડાંગ જિલ્લાના સાપુતારા ગિરિમથક ખાતે હાલ ગાઢ ધુમ્મસનો આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. સર્પગંગા તળાવ, ટેબલ પોઇન્ટ અને સનરાઈઝ પોઇન્ટ જેવા પ્રખ્યાત સ્થળો ગાઢ ધુમ્મસથી ઢંકાયેલા છે, જેના કારણે આ વિસ્તારમાં ઝીરો વિઝિબિલિટીની સ્થિતિ સર્જાઈ છે.
પ્રખ્યાત સ્થળો ગાઢ ધુમ્મસથી ઢંકાયેલા મળ્યા જોવા
સાપુતારા અને તેના ઘાટ માર્ગો પર ધુમ્મસના કારણે વાહન ચાલકોને નોંધપાત્ર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ખાસ કરીને નાશિક રોડ અને ઘાટ વિસ્તારમાં. આમ છતાં, વેકેશનના છેલ્લા દિવસ એટલે કે રવિવારે સાપુતારા ફરવા આવેલા પ્રવાસીઓએ આ ગાઢ ધુમ્મસ અને ઠંડા મૌસમની ખૂબ મજા માણી. આ પ્રકારનું વાતાવરણ સાપુતારાની કુદરતી સુંદરતાને વધુ આકર્ષક બનાવે છે, અને પ્રવાસીઓમાં આહલાદક અનુભવની લાગણી જગાવે છે.