અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેના રેસિપ્રોકલ ટેરિફ (Reciprocal tariff) સામે સ્થાનિક સ્તરે હોબાળો ખાળવા તથા મોંઘવારીને અંકુશમાં રાખવા સ્માર્ટફોન, કોમ્પ્યુટર્સને રાહત આપી છે. ટ્રમ્પની આ રાહત યાદીની અન્ય પ્રોડક્ટ્સમાં સેમી કંડક્ટર ચિપ્સ, ટેલિકોમ ઇક્વિપમેન્ટ, ચિપ મેકિંગ મશીનરી, રેકોર્ડિંગ ડિવાઇસ, ડેટા પ્રોસેસિંગ મશીન અને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલીઝનો સમાવેશ થાય છે. આ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ (Consumer Electronics)માં હવે અમેરિકામાં ઉત્પાદન જ થતું નથી. હવે તેનું સ્થાનિક સ્તરે ઉત્પાદન પાછું કરાવવું હોય તો તેમા વર્ષો લાગી શકે તેમ છે.

