Home / India : Jammu Kashmir: Army surrounds 2 to 3 terrorists in Tral forests

Jammu Kashmir: ત્રાલના જંગલોમાં સેનાએ 2 થી 3 આતંકવાદીઓને ઘેર્યા, સુરક્ષાદળોએનું એન્કાઉન્ટર શરૂ

Jammu Kashmir: ત્રાલના જંગલોમાં સેનાએ 2 થી 3 આતંકવાદીઓને ઘેર્યા, સુરક્ષાદળોએનું એન્કાઉન્ટર શરૂ

જમ્મુ અને કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર છે. આ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના બે થી ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાના અહેવાલ છે.આ એન્કાઉન્ટર ત્રાલના નાદિર ગામમાં ચાલી રહ્યું છે. પુલવામામાં 48 કલાકમાં આ બીજું એન્કાઉન્ટર છે. મંગળવારે શોપિયામાં લશ્કરના ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મંગળવારે શોપિયામાં ત્રણ આતંકીઓ ઠાર

મંગળવારે શોપિયામાં સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા ખાસ ઓપરેશનમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ આતંકવાદીઓને જિનપથેર કેલર વિસ્તારમાં સુરક્ષા દળોએ ઘેરી લીધા હતા. આ ઓપરેશનને ઓપરેશન કેલર નામ આપવામાં આવ્યું હતું.

Related News

Icon