
Sensex today: જૂન, 30 સોમવારે ભારતીય શેરબજાર ઘટીને બંધ થયું હતું. સોમવારે સત્ર દરમ્યાન નિફ્ટી પર ટાટા કંઝયુમર, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક નુકસાનમાં રહ્યા, જ્યારે પીએસયુ બેંક ઈન્ડેક્સમાં અઢી ટકાની તેજી જોવા મળી હતી.
રિયલ્ટી, એફએમસીજી, ઓટો, મેટલ લાલ નિશાનમાં બંધ થયા
સોમવારે સ્થાનિક શેરબજાર આખરે મોટા ઘટાડા સાથે બંધ થયા. જૂનના છેલ્લા સત્રમાં, 30 જૂને બીએસઈ સેન્સેક્સ આખરે 452.44 પોઈન્ટ ઘટીને 83606.46 પર બંધ થયો. તેવી જ રીતે, એનએસઈ નિફ્ટી 120.75 પોઈન્ટ ઘટીને 25,517.05 પર બંધ થયો. સોમવારના સત્ર દરમિયાન, નિફ્ટીમાં ટાટા કન્ઝ્યુમર, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, હીરો મોટોકોર્પ, મારુતિ સુઝુકી મુખ્ય નુકસાનમાં હતા, જ્યારે ટ્રેન્ટ, એસબીઆઈ, ઇન્ડસઇન્ડ બેંક, ભારત ઇલેક્ટ્રોનિક્સ અને જિયો ફાઇનાન્શિયલ નફામાં હતા.
આ સ્ટોક્સમાં તેજી જોવા મળી
મળતી માહિતી અનુસાર, સેક્ટોરલ ઈન્ડેક્સ મોરચે પીએસયુ બેંક ઈન્ડેક્સમાં 2.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો, જ્યારે રિયલ્ટી, FMCG, ઓટો, મેટલ લાલ નિશાનમાં બંધ થયા. BSE મિડકેપ ઇન્ડેક્સ 0.6 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.8 ટકા વધ્યો. સેન્સેક્સ કંપનીઓમાં, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, મારુતિ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ, ICICI બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ અને HDFC બેંક મુખ્ય પીછેહઠમાં હતા. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ શુક્રવારે રૂ. 1,397.02 કરોડના શેર ખરીદ્યા. બેંક શેરોમાં નફા-બુકિંગ વચ્ચે ચાર દિવસના વધારા પછી સોમવારે બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થયો.
વૈશ્વિક માર્કેટમાં વલણ કેવું રહ્યું?
એશિયન માર્કેટમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કેઈ 225 ઈન્ડેક્સ અને શાંઘાઈનો એસએસઈ કંપોઝિટ ઈન્ડેક્સ પોઝિટિવ રેન્જમાં બંધ થયો હતો. જ્યારે હોંગકોંગનો હેંગસેંગ નીચા મથાળે બંધ થયોય મળતી માહિતી અનુસાર, યુરોપિયન બજારમાં ઘટાડો નોંધાવ્યા પછી શુક્રવારે અમેરિકન બજાર વધારાની સાથે બંધ થયુંય. વૈશ્વિક ઓઈલ બેંચ માર્ક બ્રેંટ ક્રૂડ 0.15 ટકા ઘટીને 67.67 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું હતું.
રૂપિયામાં કડાકો બોલાયો
ઘરેલું શેર બજારમાં નબળાઈ અને ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલા ઉછાળાને લીધે સોમવારે રૂપિયાને શરૂઆતમાં મળેલા વધારાને ગુમાવી 23 પૈસાના ઘટાડાની સાથે 85.73 પ્રતિ ડોલર પર બંધ થયો. વિદેશી હૂંડિયામણ બજારમાં રૂપિયો અમેરિકી ડોલરની સરખામણીએ 85.48 રૂપિયા પર ખુલ્યો અને કારોબાર દરમ્યાન 85.44ના ઉચ્ચ સ્તરે અને 85.77ના નિમ્ન સ્તરે જોવા મળ્યા પછી છેલ્લે 85.73 રૂપિયા પર બંધ થયો, જે ગત બંધ ભાવથી 23 પૈસા ઓછો છે.