અભિનેત્રી શેફાલી જરીવાલાના મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. અહેવાલ મુજબ, અભિનેત્રીના પતિ પરાગ ત્યાગી 27 જૂન, ગઈકાલે રાત્રે તેને મુંબઈની બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. કેટલાક અહેવાલોમાં અભિનેત્રીના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું જણાવાયું છે, જોકે, તેની પુષ્ટિ થઈ નથી. હવે કેટલાક વિડિયો બહાર આવી રહ્યા છે જેમાં ફોરેન્સિક ટીમ તપાસ માટે શેફાલીના ઘરે પહોંચી છે.

