એક સમય હતો જ્યારે 'કાંટા લગા' ગીતમાં શેફાલી જરીવાલાની એક ઝલક જોઈને લાખો દિવાના થયાં હતાં. પોતાના નાજુક હાવભાવ, બોલ્ડ આંખો અને અજોડ ડાન્સ સ્ટાઈલથી બધાને દિવાના બનાવનાર શેફાલી જરીવાલાએ 42 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું. આ સમાચારે માત્ર મનોરંજન જગત જ નહીં પરંતુ તેના ચાહકોના હૃદયને પણ હચમચાવી નાખ્યું.

