આમિર ખાનની ફિલ્મ સિતારે જમીન પર 20 જૂને રિલીઝ થતાં જ ચર્ચામાં આવી હતી. આમિરની ફિલ્મને દર્શકોએ ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ આપ્યો અને તેના કારણે ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો. ફિલ્મને વિવેચકો તરફથી પણ પ્રશંસા મળી. જાવેદ અખ્તર, કાજોલ, જુહી ચાવલાએ પણ ફિલ્મની પ્રશંસા કરી. આ ફિલ્મ 2025ની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની. અહીં જાણો 14મા દિવસની કમાણી વિશે.

