
IPL 2025 વચ્ચે, BCCI એ 2024-25 સિઝન (1 ઓક્ટોબર, 2024થી 30 સપ્ટેમ્બર, 2025) માટે ટીમ ઈન્ડિયાના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની યાદી જાહેર કરી છે. આ વખતે કુલ 34 ખેલાડીઓને BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સ્થાન મળ્યું છે. જેમાં ઘણા યુવા ખેલાડીઓના નામ સામેલ છે. પરંતુ BCCI એ 9 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર પણ કર્યા છે, જેમને ગયા વખતે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યા હતા. આમાંથી એક ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે.
BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી 9 ખેલાડીઓ બહાર
આ વખતે, BCCI એ કુલ 9 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કર્યા છે. તે જ સમયે, રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા જેવા અનુભવી ખેલાડીઓને ગ્રેડ A+ માં સામેલ કરવામાં આવ્યા છે. પરંતુ રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, જીતેશ શર્મા, કેએસ ભરત, આવેશ ખાન, વિજયકુમાર વૈશ્યક, ઉમરાન મલિક, યશ દયાલ અને વિદવથ કાવેરપ્પાને આ વખતે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ નથી આપવામાં આવ્યો. રવિચંદ્રન અશ્વિન પહેલાથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચૂક્યા છે, જેના કારણે તે આ યાદીમાંથી બહાર છે.
શાર્દુલ ઠાકુર, કેએસ ભરત અને આવેશ ખાન છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયા માટે રમ્યા નથી, તેઓ ટીમની યોજનાઓનો ભાગ પણ નથી, જેના કારણે તેમને પણ પડતા મૂકવામાં આવ્યા છે. જીતેશ શર્માને ગયા વર્ષે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળ્યો હતો, પરંતુ તે ખાસ ન કંઈ કરી શક્યો, જેના કારણે BCCI એ તેને આ વખતે પડતો મૂક્યો છે. સિલેકશન કમિટીએ હૈ વખત વિજયકુમાર વૈશ્યક, ઉમરાન મલિક, યશ દયાલ અને વિદાવથ કાવેરપ્પાને ફાસ્ટ બોલિંગનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પરંતુ આ વખતે એવું નથી કરવામાં આવ્યું, જેના કારણે આ ખેલાડીઓને પણ BCCIની યાદીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.
ખેલાડીઓને આ રીતે મળી શકે છે પૈસા
શાર્દુલ ઠાકુર, જીતેશ શર્મા, આવેશ ખાન જેવા ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે પરંતુ તેમના માટે ટીમ ઈન્ડિયાના દરવાજા બંધ નથી થયા. શક્ય છે કે આ ખેલાડીઓ ટીમ ઈન્ડિયામાં આવે અને તેમને ફરીથી પોતાની ક્ષમતા સાબિત કરવાની તક મળે. સૌથી મોટી તક શાર્દુલ ઠાકુરને જ મળી શકે છે, જે જૂનમાં ઈંગ્લેન્ડના પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની સાથે જોડાઈ શકે છે. ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે અને શાર્દુલને ત્યાં તક મળી શકે છે કારણ કે સ્વિંગ બોલિંગ ઉપરાંત, તે લોઅર ઓર્ડરમાં સારી બેટિંગ પણ કરે છે. હવે જો ટીમ ઈન્ડિયા શાર્દુલને ટેસ્ટ સિરીઝમાં તક આપે છે, તો તેને દરેક ટેસ્ટ માટે 15 લાખ રૂપિયા મળશે.