ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝનો પહેલો મુકાબલો લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમ પર રમાઈ રહ્યો છે. આજે આ મુકાબલાનો ત્રીજો દિવસ છે. ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ 465ના સ્કોર સાથે સમેટાઈ ગઈ છે. ભારત પાસે 6 રનની લીડ છે. બુમરાહે આ ઈનિંગમાં 5 વિકેટ ઝડપી છે. જણાવી દઈએ કે, ભારતીય ટીમના શુભમન ગિલ, ઋષભ પંત અને યશસ્વી જયસ્વાલે સદી ફટકારી હતી.

