ભારતમાં ઘરેલુ ક્રિકેટમાં મહિલા મલ્ટી-ડે ચેલેન્જર ટ્રોફી રમાઈ રહી છે. આ ટ્રોફીમાં કુલ ચાર ટીમો ભાગ લઈ રહી છે. જેમાં ટીમ-એ, ટીમ-બી, ટીમ-સી અને ટીમ-ડીનો સમાવેશ થાય છે. આમાં, ટીમ-એ અને ટીમ-સી વચ્ચે રમાયેલી મેચ ડ્રો રહી હતી. ટીમ-સી તરફથી તનુશ્રી સરકારે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને બંને ઈનિંગ્સમાં સદી ફટકારીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

