Home / Sports / Hindi : Axar Patel suffered major setback after defeat against MI

DC vs MI / Axar Patelને લાગ્યો મોટો ઝટકો, મેચ હાર્યા બાદ BCCIએ ફટકાર્યો દંડ

DC vs MI / Axar Patelને લાગ્યો મોટો ઝટકો, મેચ હાર્યા બાદ BCCIએ ફટકાર્યો દંડ

DC vs MI: દિલ્હી કેપિટલ્સ (DC) ની ટીમને મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામેની રોમાંચક મેચમાં 12 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં પ્રથમ બેટિંગ કરતા MI એ 205 રન બનાવ્યા હતા. આ પછી, કરુણ નાયરે DC માટે 89 રનની શાનદાર ઈનિંગ રમી અને એક સમયે ટીમ જીત તરફ આગળ વધી રહી હોય તેવું લાગતું હતું, પરંતુ 19મી ઓવરમાં, DCના ત્રણ બેટ્સમેન રન આઉટ થઈ ગયા અને તેઓ ટાર્ગેટથી 12 રન પાછળ પડી ગયા. હવે DCને બેવડો ઝટકો લાગ્યો છે. પ્રથમ, તેઓ મેચ હારી ગયા અને બીજું, કેપ્ટન અક્ષર પટેલ (Axar Patel) ને સ્લો ઓવર માટે દંડ ફટકારવામાં આવ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

12 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે

DCના કેપ્ટન અક્ષર પટેલ (Axar Patel) ને સ્લો ઓવર રેટ માટે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. IPL આચારસંહિતાના કલમ 2.22 મુજબ, જો કોઈ ટીમ સિઝનમાં પહેલીવાર સ્લો ઓવર રેટનું ઉલ્લંઘન કરે છે, તો કેપ્ટનને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. વર્તમાન સિઝનમાં અક્ષરનો આ પહેલો સ્લો ઓવર રેટનો ગુનો છે.

DC ટીમ પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને પહોંચી

MI સામેની મેચ હાર્યા બાદ, DC એ પોઈન્ટ્સ ટેબલમાં પોતાનું નંબર-1 સ્થાન ગુમાવી દીધું છે. હવે ગુજરાત ટાઈટન્સ (GT) ટીમ પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. દિલ્હીની ટીમે અત્યાર સુધીમાં કુલ 5 મેચ રમી છે, જેમાંથી તેણે ચાર જીતી છે અને એક મેચ હારી છે. 8 પોઈન્ટ સાથે તેની નેટ રન રેટ પ્લસ 0.899 છે. તે પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને છે.

કરુણ નાયરની 89 રનની ઈનિંગ જીત ન અપાવી શકી

MI તરફથી સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને નમન ધીરે સારું પ્રદર્શન કર્યું હતું. તિલક 33 બોલમાં 59 રન બનાવ્યા અને તેના કારણે ટીમ 205 રન બનાવવામાં સફળ રહી હતી. આ પછી, DCની શરૂઆત ખૂબ જ ખરાબ રહી જ્યારે જેક ફ્રેઝર મેકગર્ક ખાતું ખોલાવ્યા વિના પવેલિયન પરત ફર્યો હતો. દિલ્હી માટે કરુણ નાયરે 40 બોલમાં 89 રન બનાવ્યા, પરંતુ તે ટીમને જીત ન અપાવી શક્યો. તેના સિવાય અભિષેક પોરેલે 33 રનનું યોગદાન આપ્યું. પરંતુ ટીમ 19મી ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ અને માત્ર 193 રન જ બનાવી શકી હતી.

Related News

Icon