Home / Sports / Hindi : CSK choose 17 year old player as replacement of Ruturaj Gaikwad

CSK એ પસંદ કર્યો Ruturaj Gaikwadનો રિપ્લેસમેન્ટ, આ 17 વર્ષીય ખેલાડીને મળી તક

CSK એ પસંદ કર્યો Ruturaj Gaikwadનો રિપ્લેસમેન્ટ, આ 17 વર્ષીય ખેલાડીને મળી તક

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) નો નિયમિત કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) ઈજાગ્રસ્ત થયો છે, અને તે આખી સિઝન માટે ટીમમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને આયુષ મ્હાત્રે (Ayush Mhatre) નો ટીમમાં સમાવેશ કર્યો છે. કેપ્ટન ગાયકવાડ (Ruturaj Gaikwad) આખી સિઝનમાંથી બહાર થઈ ગયો પછી એમએસ ધોની (MS Dhoni) ટીમની કેપ્ટનશિપ કરી રહ્યો છે. CSK જે ખેલાડીઓ પર વિચાર કરી રહી હતી તેમાં પૃથ્વી શો પણ હતો. થોડા દિવસો પહેલા, ટીમે કેટલાક યુવા ખેલાડીઓના ટ્રાયલ લીધા હતા, ત્યારબાદ ટીમે મુંબઈના યુવા ઓપનિંગ બેટ્સમેન મ્હાત્રે (Ayush Mhatre) ને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પાંચ વખતની ચેમ્પિયન CSK એ શનિવારે આ નિર્ણય લીધો. આયુષ મ્હાત્રે (Ayush Mhatre) હજુ સુધી ટીમ સાથે નથી જોડાયો, પરંતુ થોડા દિવસોમાં તે CSK ટીમમાં જોડાઈ શકે છે. ફ્રેન્ચાઈઝીએ તેને તાત્કાલિક જોડાવા કહ્યું છે. તમને જણાવી દઈએ કે IPL મેગા ઓક્શનમાં મ્હાત્રે (Ayush Mhatre) ની બેઝ પ્રાઈસ 30 લાખ રૂપિયા હતી, પરંતુ તે અનસોલ્ડ રહ્યો હતો.

CSK મેનેજમેન્ટના નજીકના સૂત્રએ જણાવ્યું હતું કે, "તે થોડા દિવસોમાં મુંબઈમાં ટીમમાં જોડાશે." CSK હાલમાં તેની 7મી મેચ માટે લખનૌમાં છે, આજે CSK અને LSG વચ્ચે ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમ ખાતે મેચ રમાશે. આ સિઝનમાં CSKની હાલત ખરાબ છે. ટીમના ખાતામાં એક જીત અને 2 પોઈન્ટ છે. પહેલી મેચ જીત્યા બાદ, ટીમ સતત 5 મેચ હારી ગઈ છે. CSKની આગામી મેચ 20 એપ્રિલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે છે.

પૃથ્વી શો પણ રેસમાં હતો

CSK એ થોડા દિવસ પહેલા આયુષ મ્હાત્રે, ગુજરાતના ઉર્વિલ પટેલ અને ઉત્તર પ્રદેશના સલમાન નિજરને ટ્રાયલ માટે ચેન્નાઈ બોલાવ્યા હતા. IPL મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહેનાર પૃથ્વી શો પણ રેસમાં હતો, પરંતુ ટીમે ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) ના સ્થાને આયુષ (Ayush Mhatre) ને પસંદ કર્યો.

આયુષ મ્હાત્રેનો ક્રિકેટ રેકોર્ડ

મ્હાત્રેએ 9 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 16 ઈનિંગ્સમાં 504 રન બનાવ્યા છે, તેનો હાઈએસ્ટ સ્કોર 176 રન છે. તેણે આમાં 2 સદી અને 1 અડધી સદી ફટકારી છે. લિસ્ટ A માં, તેણે 7 ઈનિંગ્સમાં 458 રન બનાવ્યા છે, જેમાં પણ તેણે 2 સદી અને 1 અડધી સદી ફટકારી છે.

Related News

Icon