Home / Sports / Hindi : MS Dhoni told who was the real deserving of POTM

'મને કેમ મળ્યો આ તો...', POTM જીત્યા બાદ MS Dhoni જણાવ્યું કોણ હતું એવોર્ડ જીતવાને લાયક

'મને કેમ મળ્યો આ તો...', POTM જીત્યા બાદ MS Dhoni જણાવ્યું કોણ હતું એવોર્ડ જીતવાને લાયક

IPL 2025ની 30મી મેચ 14 એપ્રિલના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં, એમએસ ધોની (MS Dhoni) એ 11 બોલમાં 26 રનની અણનમ ઈનિંગ રમી અને ટીમની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. ધોની (MS Dhoni) ને તેની ઈનિંગ માટે 'પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ' (POTM) મળ્યો હતો. આ સાથે, ધોની (MS Dhoni) IPLના ઈતિહાસમાં આ એવોર્ડ જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો. જોકે, જ્યારે તેને POTM એવોર્ડ મળ્યો, ત્યારે તે થોડો આશ્ચર્યચકિત દેખાતો હતો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

POTM એવોર્ડ મેળવ્યા પછી ધોનીએ શું કહ્યું?

POTM એવોર્ડ મેળવતી વખતે, ધોની (MS Dhoni) એ એક ખેલાડીનું નામ આપ્યું જેને આ એવોર્ડ મળવાની જરૂર હતી. મેચ પછી ધોનીએ કહ્યું કે તે હજુ પણ વિચારી રહ્યો છે કે તેને આ એવોર્ડ કેમ મળ્યો. નૂરે ખરેખર સારી બોલિંગ કરી હતી. બોલરોએ નવા બોલથી ખૂબ સારી બોલિંગ કરી. તમને જણાવી દઈએ કે LSG સામેની મેચમાં, નૂર અહેમદે તેના 4 ઓવરના સ્પેલમાં ફક્ત 13 રન ખર્ચ્યા હતા, જોકે તે આ મેચમાં કોઈ વિકેટ નહતો લઈ શક્યો.

બેટિંગમાં સુધારો કરવાની જરૂર છે: એમએસ ધોની

મેચ જીત્યા પછી, ધોની (MS Dhoni) એ પ્રેઝન્ટેશનમાં કહ્યું કે, "જીતવું સારું લાગે છે. જ્યારે તમે આ પ્રકારની ટૂર્નામેન્ટ રમો છો, ત્યારે તમે મેચ જીતવા માંગો છો. કમનસીબે, અગાઉની મેચોના પરિણામો ટીમના પક્ષમાં નહતા ગયા. આના ઘણા કારણો હોઈ શકે છે. જીતવું સારું છે. આનાથી આખી ટીમને આત્મવિશ્વાસ મળે છે અને આમે જે સુધારવા માંગીએ છીએ તેમાં સુધારો કરવામાં મદદ મળે છે." તેણે કહ્યું, "તે એક મુશ્કેલ મેચ હતી. બોલિંગ યુનિટ તરીકે અમે સારું પ્રદર્શન કર્યું. બેટિંગ યુનિટ તરીકે, અમે વધુ સારું પ્રદર્શન કરી શકીએ છીએ."

આ મેચમાં CSKની ટીમ 167 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહી હતી. આ રન ચેઝ દરમિયાન, CSK એ 111 રનના સ્કોર પર પોતાની પાંચમી વિકેટ ગુમાવી હતી, ત્યારબાદ એમએસ ધોની (MS Dhoni) બેટિંગ કરવા આવ્યો. ધોનીએ શિવમ દુબે સાથે મળીને 57 રનની અણનમ અડધી સદીની પાર્ટનરશિપ કરી અને 3 બોલ બાકી રહેતા ટીમને જીત અપાવી. આ સિઝનમાં CSKનો આ બીજો વિજય છે. CSK હજુ પણ 4 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં 10મા સ્થાને છે.

Related News

Icon