
IPL 2025માં લીગ સ્ટેજની અડધી સફર ખતમ થઈ ગઈ છે. બધી ટીમોએ કુલ 14 લીગ મેચ રમવાની હોય છે. 19 એપ્રિલ સુધીમાં, બધી તમામ 10 ટીમોએ ઓછામાં ઓછી 7 મેચ રમી છે. જ્યારે, લખનૌ અને રાજસ્થાન એવી બે ટીમો છે જેમણે અત્યાર સુધીમાં 8-8 મેચ રમી છે. અડધી ટૂર્નામેન્ટ ખતમ થયા પછી, પ્લેઓફ માટેની રેસ ખૂબ જ રસપ્રદ બની ગઈ છે. હાલમાં 4 ટીમો છે જેમના 10 પોઈન્ટ છે.
ટોપ-4ની રેસમાં આ ટીમો આગળ છે
ગુજરાત ટાઈટન્સ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ એ 4 ટીમો છે જેમના ખાતામાં હાલમાં 10 પોઈન્ટ છે અને આ ટીમો પોઈન્ટ્સ ટેબલમાં ટોપ-4માં છે. પોઈન્ટ્સ ટેબલની વાત કરીએ તો, ગુજરાતની ટીમ નંબર 1 પર, દિલ્હીની ટીમ નંબર 2 પર, પંજાબની ટીમ નંબર 3 પર અને લખનૌ 4 પર છે. એવું લાગે છે કે આ 4 ટીમો પ્લેઓફની રેસમાં પણ આગળ છે. લખનૌએ 8 મેચ રમી છે અને બાકીની ટીમોએ સાત-સાત મેચ રમી છે. જો આ ટીમો આગામી ત્રણ મેચ જીતી જાય તો તેઓ પ્લેઓફમાં સરળતાથી પોતાનું સ્થાન સુરક્ષિત કરી શકે છે.
RCB હાલમાં ટોપ-4માંથી બહાર છે
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એ 7માંથી 4 મેચ જીતી છે અને ટીમ 8 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં પાંચમા સ્થાને છે. RCB એકમાત્ર એવી ટીમ છે જેના ખાતામાં આઠ પોઈન્ટ છે. છઠ્ઠા અને સાતમા ક્રમે રહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સે 7-7 મેચ રમી છે, જેમાંથી તેમણે 3 જીતી છે અને હાલમાં તેમના 6 પોઈન્ટ છે. જો આ ટીમો આગામી મેચોમાં સારું પ્રદર્શન કરશે તો તેઓ પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવી શકે છે.
આ ટીમો માટે પ્લેઓફ સુધીની સફર મુશ્કેલ બની
રાજસ્થાન રોયલ્સે 8 મેચમાં 2 જીત નોંધાવી છે અને 4 પોઈન્ટ મેળવ્યા છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સે 7-7 મેચમાં 2 જીત સાથે 4-4 પોઈન્ટ મેળવ્યા છે. રાજસ્થાન હાલમાં આઠમા ક્રમે, હૈદરાબાદ નવમા ક્રમે અને ચેન્નાઈ 10મા ક્રમે છે. રાજસ્થાન, હૈદરાબાદ અને ચેન્નાઈ માટે અહીંથી પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ લાગે છે. આ ટીમોએ ટોપ-4માં પહોંચવા માટે બાકીની બધી મેચ જીતવી પડશે.