
ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ સિરીઝ પહેલા, રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાં, શુભમન ગિલને ભારતીય ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી. ગિલની કેપ્ટનશિપવાળી ભારતીય ટીમ લીડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટ હારી ગઈ છે.
આ દરમિયાન, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ ટીમ મેનેજમેન્ટને શુભમન ગિલને કેપ્ટન તરીકે જાળવી રાખવા વિનંતી કરી છે, ભલે ભારત ઈંગ્લેન્ડ સામેની વર્તમાન સિરીઝ હારી જાય.
રવિ શાસ્ત્રીએ ગિલની ખૂબ પ્રશંસા કરી
લીડ્સ ટેસ્ટમાં હાર બાદ, શાસ્ત્રીએ નવા અને યુવાન કેપ્ટન ગિલની પ્રશંસા કરી. તેમણે ગિલની મેચ્યોરિટીની પ્રશંસા કરી હતી. એટલું જ નહીં, ભૂતપૂર્વ હેડ કોચે ટીમ મેનેજમેન્ટને તેને 3 વર્ષ માટે કેપ્ટન તરીકે રાખવા વિનંતી કરી હતી.
શાસ્ત્રીએ કહ્યું, "જે રીતે તે મીડિયા સાથે વ્યવહાર કરે છે, જે રીતે તે પ્રેસ કોન્ફરન્સમાં વાત કરે છે, ટોસ સમયે je rite વાત કરે છે, તે ઘણો મેચ્યોર થઈ ગયો છે. તેને ત્રણ વર્ષ સુધી ટીમમાં રહેવા દો. સિરીઝમાં જે કંઈ થાય છે તેમાં કોઈ ફેરફાર ન કરો. ત્રણ વર્ષ સુધી તેની સાથે રહો. મને લાગે છે કે તે તમારા માટે સારું કરશે."
મહાન બનવા માટેના બધા ગુણો
શાસ્ત્રી માને છે કે ગિલમાં મહાન ખેલાડીઓમાંથી એક બનવા માટેના બધા ગુણો છે. તેને સમય સાથે પરિસ્થિતિઓને અનુકૂળ બનવાની જરૂર છે. તેણે કહ્યું, "જો ગિલ આગળ ન વધી શકે તો હું નિરાશ થઈશ. જ્યારે તે બેટિંગ કરે છે ત્યારે તેની પાસે રોયલ સ્ટાઇલ છે. જો તે અનુભવ સાથે શીખી શકે છે અને પરિસ્થિતિઓને અનુકૂળ બની શકે છે, તો મને લાગે છે કે તે એક એવું નામ છે જેને હું જોઈ શકું છું."
બીજી ટેસ્ટ 2 જુલાઈથી શરૂ થશે
લીડ્સ ટેસ્ટમાં હાર બાદ, ઘણા નિષ્ણાતોએ ગિલના મેદાન પર લેવામાં આવેલા નિર્ણયોની ટીકા કરી હતી. તેની સામે તેના ખેલાડીઓને ફરીથી એક સાથે લાવવા અને તેમને બીજી ટેસ્ટ માટે તૈયાર કરવાનું એક મોટું કાર્ય છે.
સિરીઝની બીજી ટેસ્ટ 2 જુલાઈથી બર્મિંઘમના એજબેસ્ટન ખાતે શરૂ થવાની છે. ટીમ ઈન્ડિયા એ આ મેદાન પર અત્યાર સુધી એક પણ ટેસ્ટ નથી જીતી. ભારત અહીં 8માંથી 7 મેચ ભારત હાર્યું છે અને 1 મેચ ડ્રો રહી છે. આવી સ્થિતિમાં ગિલ પાસે ઈતિહાસ રચવાની તક છે.