સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં મનુ ભાકર અને નીરજ ચોપરા એકસાથે જોવા મળ્યા હતા, જ્યારે મનુ ભાકરની માતા અને નીરજ વચ્ચેની વાતચીતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ જોઈને લોકો નીરજ અને મનુના લગ્નની વાતો કરવા લાગ્યા. લોકોએ તેમના લગ્ન વિશે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ શેર કરી હતી. હવે તેમના લગ્નની અફવાઓ વચ્ચે મનુ ભાકરના પિતાએ આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે. એક અહેવાલ મુજબ, મનુના પિતાએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓને ખોટી ગણાવી છે. મનુના પિતા રામ કિશને આ વિશે કહ્યું, "મનુ હજુ ઘણી નાની છે... તે લગ્નની ઉંમરની પણ નથી. અમે હજુ સુધી તેના વિશે વિચાર્યું પણ નથી."

