Home / Sports : WTC 2025-27 points table Bangladesh and Sri Lanka got point

WTC 2025-27 પોઈન્ટ ટેબલમાં ખુલ્યું બાંગ્લાદેશ અને શ્રીલંકાનું ખાતું, હવે ભારત પાસે છે નંબર 1 બનવાની તક

WTC 2025-27 પોઈન્ટ ટેબલમાં ખુલ્યું બાંગ્લાદેશ અને શ્રીલંકાનું ખાતું, હવે ભારત પાસે છે નંબર 1 બનવાની તક

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની નવી સાયકલ શરૂ થઈ ગઈ છે. 2025થી 27 દરમિયાન રમાનારી આ સાયકલની પહેલી મેચ શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી. ગોલમાં રમાયેલી આ મેચ ડ્રો રહી. આ ટેસ્ટ મેચના અંત સાથે, WTC પોઈન્ટ ટેબલમાં શ્રીલંકા અને બાંગ્લાદેશનું ખાતું પણ ખુલી ગયું છે. મેચ ડ્રો રહેવાને કારણે, બંને ટીમોને 4-4 પોઈન્ટ મળ્યા. તેમની જીતની ટકાવારી 33.33 છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભારત પાસે નંબર 1 બનવાની તક છે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ લીડ્સમાં રમાઈ રહી છે. આ મેચમાં અત્યાર સુધી જે રીતે બે દિવસની રમત રમાઈ છે તે જોતાં એવું લાગે છે કે ટીમ ઈન્ડિયા આ મેચ જીતી શકે છે. જો ભારત આ મેચ જીતી જાય છે, તો તે પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર પહોંચી શકે છે. જો ઈંગ્લેન્ડ જીતવામાં સફળ થાય છે, તો તે સ્થિતિમાં તેની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર પહોંચી શકે છે. આ ટેસ્ટ મેચ જે પણ ટીમ જીતશે તેને 12 પોઈન્ટ મળશે.

નઝમુલ હસન શાંતોએ બંને ઈનિંગ્સમાં સદી ફટકારી

શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ગોલમાં રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે નઝમુલ હસન શાંતો અને મુશફિકુર રહીમની સદીઓને કારણે પ્રથમ ઈનિંગમાં 495 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ પણ શાનદાર બેટિંગ કરી હતી. તેની તરફથી પથુમ નિસાન્કાએ સૌથી વધુ 187 રન બનાવ્યા હતા. શ્રીલંકાની ટીમ પ્રથમ ઈનિંગમાં 485 રન બનાવવામાં સફળ રહી હતી. પ્રથમ ઈનિંગમાં 10 રનની લીડ મેળવ્યા બાદ, બાંગ્લાદેશે બીજી ઈનિંગમાં 6 વિકેટ ગુમાવીને 285 રન બનાવ્યા બાદ ઈનિંગ ડિક્લેર કરી હતી. બાંગ્લાદેશી કેપ્ટન નઝમુલ હસને બીજી ઈનિંગમાં પણ સદી ફટકારી હતી. આ પછી, શ્રીલંકન ટીમ બીજી ઈનિંગમાં ફક્ત 72 રન બનાવી શકી હતી. ત્યારબાદ વરસાદને કારણે મેચ બંધ કરવી પડી હતી. આ પછી મેચ ડ્રો જાહેર કરવામાં આવી હતી. નઝમુલે પહેલી ઈનિંગમાં 148 રન અને બીજી ઇનિંગમાં 125 રન બનાવ્યા હતા, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચની સ્થિતિ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચની વાત કરીએ તો, બીજા દિવસની રમતના અંત સુધીમાં ઈંગ્લેન્ડે 3 વિકેટ ગુમાવીને 209 રન બનાવી લીધા હતા. ઈંગ્લેન્ડ તરફથી સદી ફટકાર્યા બાદ ઓલી પોપ ક્રીઝ પર હાજર છે. જ્યારે હેરી બ્રુક પણ તેની સાથે બેટિંગ કરી રહ્યો છે. અગાઉ, બેન ડકેટ 62 રન બનાવીને અને જો રૂટ 28 રન બનાવીને આઉટ થયા હતા. ભારતે પહેલી ઈનિંગમાં યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને રિષભ પંતની સદીઓને કારણે 471 રન બનાવ્યા હતા.

Related News

Icon