Stock Market: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump) દ્વારા ટેરિફ દરોમાં(Teriff Rate) 90 દિવસની રાહતની અસર આજે ભારતીય શેરબજારમાં(Indian Stock market) પણ જોવા મળી રહી છે. સપ્તાહના છેલ્લા દિવસે, BSE Sensex 988.34 પોઈન્ટના વધારા સાથે 74,835.49 પોઈન્ટ પર ખુલ્યો અને NSE Nifty 50 ઈન્ડેક્સ 296.25 પોઈન્ટના વધારા સાથે 22,695.40 પોઈન્ટ પર ખુલ્યો. આ અઠવાડિયે ભારતીય બજારમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. આ અઠવાડિયે સોમવારે થયેલા વિનાશક ઘટાડા પછી, મંગળવારે બજારમાં રિકવરી જોવા મળી. પરંતુ બુધવારે બજારમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો. ગુરુવારે મહાવીર જયંતિ નિમિત્તે શેરબજાર બંધ હતું.

