Surat news: રાજ્યમાં એક પખવાડિયા કરતાં વધુ સમયથી ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થઈ ચુક્યું છે. સુરત, અમદાવાદ, વડોદરા, કચ્છ, સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. આ દરમ્યાન સુરતમાં તંત્ર માટે માથાનો દુખાવો બનેલા ખાડીપૂરને લઈ આજ રોડ હાઈ લેવલની બેઠક મળી હતી. આ બેઠકમાં મંત્રીઓ, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, કલેટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. જુદાજુદા 80થી વધુ અધિકારીઓની અઢી કલાક બેઠક મળી હતી. આ દરમ્યાન સિંચાઈ વિભાગને સીઆર પાટીલે ખખડાવી નાખ્યા હતા.

