USA China Trade War: ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવૉરની(Trade War) સ્થિતિ સતત વણસી રહી છે. ચીને નમતું ન મૂકતાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump) ડ્રેગન પર વિફર્યા છે. તેમણે ચીનમાંથી આયાત થતી પ્રોડક્ટ્સ પર ટેરિફ(teriff) 145 ટકાથી વધારી 245 ટકા કર્યો છે. આ પગલાં સાથે બંને દેશો વચ્ચે ચાલી રહેલો ટ્રેડવૉર ભયાવહ બન્યો છે. વ્હાઈટ હાઉસે(White house) ચીનની બદલાની ભાવનાને ધ્યાનમાં લેતાં ટેરિફ 100 ટકા વધારી 245 ટકા કર્યો હોવાની જાહેરાત કરી હતી.

