એક મોટી ટેક કંપની કર્ણાટકની રાજધાની બેંગલુરુથી પૂણેમાં પોતાની ઓફિસ ખસેડવાની જાહેરાત કરી છે. આ નિર્ણય પાછળનું કારણ કોઈ વ્યવસાયિક નુકસાન નથી, પરંતુ ભાષાના વિવાદને કારણે સ્ટાફની સલામતી અને માનસિક શાંતિ છે. કંપનીના સ્થાપક કૌશિક મુખર્જીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ નિર્ણય જાહેર કરતા લખ્યું કે, 'આ વિચાર મારી ટીમ તરફથી આવ્યો હતો. હું તેમની સાથે સંમત છું. જો આ ભાષાનો મુદ્દો ચાલુ રહેશે, તો હું નથી ઇચ્છતો કે મારી બિન-કન્નડ ભાષી ટીમ તેનો ભોગ બને.'

