Home / Sports : Wimbledon 2025 winner and runner up prize money

Wimbledon ચેમ્પિયન પર થશે પૈસાનો વરસાદ, ફાઈનલ હારનારને પણ મળશે કરોડો રૂપિયા

Wimbledon ચેમ્પિયન પર થશે પૈસાનો વરસાદ, ફાઈનલ હારનારને પણ મળશે કરોડો રૂપિયા

વિમ્બલ્ડન 2025 મેન્સ સિંગલ્સની ફાઈનલ મેચ આજે 13 જુલાઈ, રવિવારના રોજ યાનિક સિનર અને કાર્લોસ અલ્કારાઝ વચ્ચે રમાશે. ઇટાલીનો સિનર પહેલીવાર વિમ્બલ્ડન ફાઈનલમાં પહોંચ્યો છે, જ્યારે કાર્લોસ છેલ્લા 2 વર્ષથી સતત વિમ્બલ્ડન ચેમ્પિયન રહ્યો છે. જાણો ટાઈટલ વિજેતા ખેલાડી, રનર અપ, સેમીફાઈનલમાં પહોંચનાર ખેલાડીને ઈનામ તરીકે કેટલી રકમ આપવામાં આવશે. તે પહેલા બંને ફાઈનલિસ્ટ વિશે જાણી લઈએ.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

યાનિક સિનર કેટલા ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે?

23 વર્ષીય યાનિક સિનર અગાઉ 3 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતી ચૂક્યો છે. તેણે બે વાર ઓસ્ટ્રેલિયન ઓપન અને એક વખત યુએસ ઓપનનું ટાઈટલ જીત્યું છે. તે આ વર્ષે ફ્રેન્ચ ઓપન ફાઈનલમાં પણ પહોંચ્યો હતો, પરંતુ હારી ગયો હતો. તે હવે પહેલીવાર વિમ્બલ્ડન ફાઈનલ રમવા જઈ રહ્યો છે. 

  • ઓસ્ટ્રેલિયન ઓપન- 2024, 2025
  • યુએસ ઓપન- 2024

કાર્લોસ અલ્કારાઝે કેટલા ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે?

22 વર્ષીય અલ્કારાઝે કુલ 5 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. તેણે ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન 2-2 વખત જીત્યા છે, અને એક વખત યુએસ ઓપન ટાઈટલ પણ જીત્યું છે. તે ક્યારેય ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં નથી પહોંચ્યો.

  • ફ્રેન્ચ ઓપન- 2024, 2025
  • વિમ્બલ્ડન- 2023, 2024
  • યુએસ ઓપન- 2022

વિમ્બલ્ડન 2025 ચેમ્પિયનને કેટલા પૈસા મળશે?

વિમ્બલ્ડન 2025 મેન્સ સિંગલ્સ ટાઈટલ જીતનાર ખેલાડીને 30,00,000 પાઉન્ડ મળશે. જો ભારતીય ચલણમાં રૂપાંતરિત કરવામાં આવે તો, આ રકમ 34 કરોડ રૂપિયાથી વધુ થાય છે.

વિમ્બલ્ડન 2025 રનર અપ માટે ઈનામની રકમ કેટલી છે?

આજે જે પણ ખેલાડી હારશે તેને 15,20,000 પાઉન્ડ મળશે. જો ભારતીય ચલણમાં રૂપાંતરિત કરવામાં આવે તો, આ રકમ 17 કરોડની નજીક છે.

વિમ્બલ્ડનમાં સેમીફાઈનલમાં પહોંચેલા ખેલાડીઓને 7,75,000 પાઉન્ડ, એટલે કે લગભગ 9 કરોડ રૂપિયા મળશે. તમને જણાવી દઈએ કે સેમીફાઈનલમાં યાનિક સિનરે નોવાક જોકોવિચને હરાવ્યો હતો અને કાર્લોસ અલ્કારાઝે ટેલર ફ્રિટ્ઝને હરાવ્યા હતા. આ ઈનામી રકમ પુરુષો અને મહિલા સિંગલ્સ માટે છે. મહિલા સિંગલ્સમાં વિમ્બલ્ડન 2025નો ખિતાબ પોલેન્ડની ઇગા સ્વિયાતેકે જીત્યો હતો, જેણે શનિવારે ફાઈનલમાં અમેરિકન ખેલાડી અમાન્ડાને હરાવી હતી.

કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ?

યાનિક સિનર અને કાર્લોસ અલ્કારાઝ વચ્ચે વિમ્બલ્ડન 2025 મેન્સ સિંગલ્સની ફાઈનલ મેચ 13 જુલાઈએ ભારતીય સમય મુજબ રાત્રે 8:30 વાગ્યે શરૂ થશે.

લાઈવ ટેલિકાસ્ટ સ્ટ્રીમિંગ ક્યાં જોવું?

વિમ્બલ્ડન 2025 ફાઈનલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. જ્યારે મેચનું લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઈટ પર થશે.

Related News

Icon