જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયાના સમાચાર છે. મળતી માહિતી મુજબ, કિશ્તવાડના ચતરુ વિસ્તારના સિંઘપોરામાં સુરક્ષા દળોએ ઘણા આતંકવાદીઓને ઘેરી લીધા છે. સેના અને સુરક્ષાદળોનું સંયુક્ત ઓપરેશન હજુ પણ ચાલુ છે. સ્થળ પર ગોળીબાર પણ ચાલુ જ છે. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડના આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને ખતરાને નિષ્ક્રિય કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાઈએલર્ટ ઓપરેશનમાં આતંકવાદીઓનો સામનો કરવા માટે સેના દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હોવાના સમાચાર છે.

