
Vadodara news: વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનારી હરણી બોટ દુર્ઘટનાને લઈ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે મેસર્સ કોટિયા પ્રોજેક્ટને સમય વધારવાની માંગને હાઈકોર્ટે નકારી દીધી હતી. જેથી હાઈકોર્ટને મેસર્સ કોટિયા પ્રોજેક્ટને ઝટકો લાગ્યો છે. અગાઉ ચાર હપ્તામાં કોટિયા પ્રોજેક્ટને વળતર ચુકવવા હાઇકોર્ટનો હતો. માર્ચ, એપ્રિલ, મે અને જૂન મહિનાના 4 હપ્તામાં ચૂકવણીની કોર્ટે સંમતિ દર્શાવી હતી. જે બાદ કોર્ટમાં બાયધરી બાદ પણ મેસર્સ કોટિયા પ્રોજેક્ટે હજુ સુધી વળતરની રકમનો એક રૂપિયો પણ જમા કરાવ્યો નથી. જેથી હાઈકોર્ટને આ અંગે નારજગી દર્શાવી હતી.
18 જાન્યુઆરી 2024ના રોજ વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં 14 લોકોનાં મોત થયા હતા
પ્રાપ્ત વિગતો અનુસાર, આજથી દોઢ વર્ષ અગાઉ વડોદરાના ચકચારી હરણી બોટ દુર્ઘટનામાં તળાવમાં બોટ ડૂબી જતા 14 માસૂમ બાળકોનાં મોત થયા હતા. જેમાં રાજ્ય સરકારે આની સઘના તપાસ માટે એસઆઈટી બનાવી હતી. જે બાદ મેસર્સ કોટિયા પ્રોજેક્ટે પીડિતોને વળતર ચુકવવા રજૂઆત કરી હતી. જેથી પીડિતોને વળતર માટે કલેકર કચેરીએ ધક્કા ખાવા પડતા હોવાની હાઈકોર્ટમાં રજૂઆત કરાતા ફેબ્રુઆરી મહિનામાં કોર્ટે કરેલા હુકમનું હજુ પાલન નહીં થતા આખરે ગુજરાત હાઈકોર્ટે આજે વળતર ચુકવણી માટે સમય વધારી આપવાની માંગણી હાઇકોર્ટે નકારી કાઢી હતી. કોન્ટ્રાક્ટરે અંદાજે એક કરોડ રૂપિયા દર મહિને જમા કરાવવાના રહેશે એવો કોર્ટનો હુકમ હતો.
વડોદરામાં તિરંગા યાત્રામાં પીડિતો વિઘ્ન ન નાખે તે માટે પીડિતોને નજર કેદ કરાયા
દોઢ વર્ષ આગાઉ વડોદરા શહેરમાં હરણી બોટ દુર્ઘટનામાં કુલ 14 લોકોનાં મોત થયા હતા. જેથી આજે વડોદરા શહેરમાં તિરંગા યાત્રા હોવાથી હરણી બોટ દુર્ઘટનાના પીડિત પરિવાર ન્યાય માટે કદાચ આગળ આવીને કોઈ વિઘ્ન નાખે તે પહેલા પીડિત પરિવારોને નજર કેદ કરવામાં આવ્યા હતા. વડોદરાની પાણીગેટ પોલીસ દ્વારા પીડિતના ઘરની બહાર પોલીસ મુકતા સ્થાનિકો દ્વારા સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. અગાઉ હરણી બોટ દુર્ઘટનાના પીડિત ગાંધીનગરમાં સીએમની સભામાં હોબાળો મચાવતા આખરે સીએમએ ચાલુ સંબોધનમાં પીડિત પરિવારની મહિલાને હમણાં બેસી જવાનો હુકમ કર્યો હતો. પીડિતોને પૂરતો ન્યાય અપાવવાની બાંયધરીના બદલે પીડિતોને નજરકેદ કરી તંત્રએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.