Home / Gujarat / Sabarkantha : Three members caught doing government jobs with fake certificates

Sabarkantha News: એક જ પરિવારના ત્રણ સભ્યો ખોટા પ્રમાણપત્રથી સરકારી નોકરી કરતા ઝડપાયા

Sabarkantha News: એક જ પરિવારના ત્રણ સભ્યો ખોટા પ્રમાણપત્રથી સરકારી નોકરી કરતા ઝડપાયા

Sabarkantha News: સમગ્ર ગુજરાત ભરમાં હાલના તબક્કે નકલી અધિકારીઓનો રાફડો ફાટયો હોય તેમ છે ત્યારે હવે વિજયનગરના એક પરિવારે નકલી તેમજ ખોટા પ્રમાણપત્ર રજૂ કરી વર્ષ 2012થી આજદિન સુધી સરકારી નોકરી કરી રહ્યા છે. ત્યારે વિજયનગર મામલતદાર દ્વારા ચાર લોકો પૈકી ત્રણ લોકો વિરુદ્ધ આ મામલે ફરિયાદ નોંધાવી છે તેમજ પોલીસે પણ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સાબરકાંઠાના વિજયનગરના વસાઈ ગામના એકજ પરિવારના ત્રણ સભ્યોએ 2003, 2007 અને 2012થી અત્યાર સુધીમા ખોટા પ્રમાણપત્રો બનાવી તેના આધારે સરકારી કર્મચારી તરીકે સરકારી નોકરી કરી રહ્યા છે. સામાન્ય રીતે આજની તારીખે કોઈપણ દાખલો મેળવવા માટે મોટાભાગના દરેક અરજદારો સવારથી જ લાંબી લાઈનો લગાવી સરકારી દાખલો મેળવી તેના આધારે વિવિધ પરીક્ષાઓ આપી તેના આધારે સરકારી નોકરી મેળવતા હોય છે. જોકે વિજયનગરમાં ઉલટી ગંગા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.

એક જ પરિવારના ત્રણ લોકોએ 2012થી અત્યાર સુધીમાં ત્રણ વાર સ્થાનિક તંત્રને અંધારામાં રાખી ખોટા પ્રમાણપત્રો બનાવ્યા હતા. જેમાં તાલુકા પંચાયત મામલતદાર સહિત સાબરકાંઠા જિલ્લા અધિકારી દ્વારા અપાતા પ્રમાણપત્ર પણ હવે ખોટું કર્યું છે. ત્યારે  વિજયનગર મામલતદાર કચેરી દ્વારા ખોટા પ્રમાણપત્રના આધારે નોકરી મેળવી હોવાનું ખુલતા ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

સામાન્ય રીતે નકલી તેમજ ખોટા દાખલા બનાવી તેના આધારે સરકારી કર્મચારી બનવાના મામલે સ્થાનિક કક્ષાએ તપાસની તજવીજ હાથ ધરાતા એકજ પરિવારના ત્રણ લોકોએ અનુસૂચિત જાતિના ન હોવા છતાં અનુસૂચિત જાતિ આધારિત નોકરી મેળવી છેલ્લા 12 વર્ષથી સરકારી નોકરી કરી રહ્યા છે.

ત્યારે સ્થાનિક મામલતદાર દ્વારા વિજયનગર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. સોલંકી નરસિંહભાઈ ગુલાબસિંહ, હિંમતસિંહ ગુલાબસિંહ તેમજ સુમિત્રાબેન ગુલાબસિંહ નામના ત્રણ સરકારી કર્મચારીઓએ આદિવાસી ન હોવા છતાં તેમના નામનો દાખલો બનાવી સ્થાનિક કક્ષાએ તાલુકા પંચાયત મામલતદાર સહિત જિલ્લા કક્ષાના અધિકારીઓ પાસેથી દાખલા મેળવી સરકારી નોકરી પ્રાપ્ત કરી છે. જોકે હવે તમામના આધારભૂત પ્રમાણપત્રો ખોટા સાબિત થતા તમામની સામે કાયદેસરની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

ચાર પૈકી ત્રણ લોકો વિરુદ્ધ નોધાઇ પોલીસ ફરિયાદ:

૧) સોલંકી નરસિંહભાઈ ગુલાબસિંહ, વેસ્ટન રેલ્વે અમદાવાદ

૨) સોલંકી હિંમતસિંહ ગુલાબસિંહ, સી.આર.પી.એફ. અમદાવાદ

૩) સોલંકી સુમિત્રાબેન ગુલાબસિંહ, લોકરક્ષક દળ. અમદાવાદ શહેર

૪) સોલંકી કલ્યાણસિંહ ગુલાબસિંહ, લોકરક્ષક દળ. સાબરકાંઠા જિલ્લો

 

Related News

Icon