Home / World : Indian national stabbed to death in Rockland, Canada; suspect arrested

કેનેડામાં ભારતીય નાગરિકની છરીના ઘા મારીને હત્યા; એક શંકાસ્પદની ધરપકડ

કેનેડામાં ભારતીય નાગરિકની છરીના ઘા મારીને હત્યા; એક શંકાસ્પદની ધરપકડ

કેનેડાના રૉકલેન્ડ વિસ્તારમાં શનિવારે (5 એપ્રિલ) એક ભારતીય નાગરિકની ચાકૂ મારીને હત્યા કરી દેવામાં આવી છે. કેનેડામાં ભારતીય દૂતાવાસે આ વિશે જાણકારી આપી છે. દૂતાવાસ અનુસાર, એક શંકાસ્પદ શખસની અટકાયત કરવામાં આવી છે. કેનેડાની પોલીસે સમગ્ર ઘટનાના વિશે હજુ સુધી ખુલાસો નથી કર્યો પરંતુ, ભારતીય દૂતાવાસે પીડિત પરિવારને દરેક સંભવ સહાય કરવા પ્રયાસ હાથ ધર્યા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભારતીય દૂતાવાસે આપી માહિતી

ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું કે, ‘અમે રૉકલેન્ડમાં ભારતીય નાગરિકની ચાકૂ મારીને કરવામાં આવેલી હત્યાથી ખૂબ દુઃખી છીએ. પોલીસે જણાવ્યું છે કે, એક શંકાસ્પદ શખસની અટકાયત કરવામાં આવી છે. અમે સ્થાનિક સમુદાય દ્વારા શોકગ્રસ્ત પરિવારને શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છીએ.’

મળતી માહિતી મુજબ, ક્લેરેન્સ-રૉકલેન્ડમાં આજે સવારે એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી અને પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી હતી. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે, ભારતીય દૂતાવાસે પણ આ જ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે કે કેમ.

 

Related News

Icon