Home / World : US removes bounty on Yahya Haqqani in move to improve ties with Taliban

અમેરિકાનું તાલિબાન સાથેના સંબંધ સુધારવાની દિશામાં પગલું, યાહ્યા હક્કાની પર મૂકેલું ઈનામ હટાવ્યું

અમેરિકાનું તાલિબાન સાથેના સંબંધ સુધારવાની દિશામાં પગલું, યાહ્યા હક્કાની પર મૂકેલું ઈનામ હટાવ્યું

અમેરિકાએ અફઘાન તાલિબાન સાથેના સંબંધો સુધારવાની દિશામાં પગલાં લીધાં છે. અફઘાન તાલિબાને ગયા અઠવાડિયે બે વર્ષથી જેલમાં બંધ એક અમેરિકન વ્યક્તિને મુક્ત કર્યો હતો. આ પછી, અમેરિકી સરકારે ત્રણ મુખ્ય તાલિબાન નેતાઓ સિરાજુદ્દીન હક્કાની, અબ્દુલ અઝીઝ હક્કાની, યાહ્યા હક્કાની પર ઘણા મિલિયન ડોલરના જંગી ઈનામો પણ પાછા ખેંચી લીધા છે. આ વિશે માહિતી આપતાં અફઘાનિસ્તાનના આંતરિક બાબતોના મંત્રાલયે કહ્યું કે, ત્રણ લોકો પરથી અમેરિકાનો ઈનામ હટાવી દેવામાં આવ્યો છે, જેમાંથી બે સાચા ભાઈઓ છે, જ્યારે ત્રીજો તેમનો પિતરાઈ ભાઈ છે. અમેરિકાએ તેમના વિશે માહિતી આપ્યા બાદ આ ઈનામ રાખવામાં આવ્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હક્કાની પર મૂકેલું ઈનામ હટાવવાની જાહેરાત

મીડિયાના અહેવાલ મુજબ, હક્કાની પર મૂકવામાં આવેલ ઈનામ હટાવવાની જાહેરાત શનિવારે જ કરવામાં આવી હતી. પરંતુ આ પછી પણ એફબીઆઈની વેબસાઈટ પરથી હક્કાનીનું નામ ઈનામની યાદીમાંથી હટાવવામાં આવ્યું નથી. યાદીમાં કહેવામાં આવ્યું છે કે હક્કાની પર અફઘાનિસ્તાનમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને નાટો સૈનિકો સામે સીમાપારથી હુમલા ગોઠવવાનો અને તેમાં ભાગ લેવાનો આરોપ છે.

તાલિબાને અમેરિકન નાગરિકને કર્યા મુક્ત

ગુરુવારે તાલિબાને અમેરિકન નાગરિકને મુક્ત કર્યા બાદ હક્કાની પરની બાઉન્ટી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે માહિતી આપતાં અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું છે કે અફઘાનિસ્તાનમાં ખોટી રીતે ધરપકડ કરાયેલા અને અઢી વર્ષ સુધી રાખવામાં આવેલા જ્યોર્જ ગ્લેઝમેનને મુક્ત કરવામાં આવ્યો છે.

અઢી વર્ષની વાટાઘાટો બાદ કર્યા મુક્ત

65 વર્ષીય ગ્લેજમેનની અઢી વર્ષ પહેલા તાલિબાન દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેઓ અફઘાનિસ્તાનની મુલાકાતે હતા. એક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ટ્રમ્પના ખાસ બંધક દૂત એડમ બોહેલર, તાલિબાન અધિકારીઓ અને કતારી અધિકારીઓ દ્વારા મધ્યસ્થી કરવામાં આવેલી વાટાઘાટો બાદ તેઓએ તેને મુક્ત કર્યો હતો.

બંને દેશોના સંબંધોને સારા બનવાવાની શરૂઆત

તાલિબાન નેતાઓ પરના ઈનામ દૂર કરવાના અમેરિકાના આ વિકાસને તાલિબાનની જીત તરીકે જોવામાં આવી રહ્યું છે. એક અધિકારી શફી આઝમે આ સમગ્ર ઘટનાને 2025માં બંને દેશો વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવાની શરૂઆત ગણાવી અને કહ્યું કે આ પછી અમે બંને દેશોના સંબંધોમાં સામાન્યીકરણની શરૂઆત પર વિચાર કરી શકીએ છીએ. અગાઉ, તાલિબાને જાહેરાત કરી હતી કે તે નોર્વેમાં અફઘાન દૂતાવાસ પર નિયંત્રણ લઈ રહ્યું છે. 2021 માં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા પછી ચીન અફઘાન રાજદ્વારીઓને સ્વીકારનાર પ્રથમ દેશ હતો. અન્ય ઘણા દેશોએ પણ તાલિબાનના પ્રતિનિધિઓને સ્વીકાર્યા છે.

Related News

Icon