Home / World : US warns Iran not to retaliate against Israel

'ઈઝરાયલ વિરુદ્ધ કોઈ વળતો હુમલો ન કરે', અમેરિકાએ ઈરાનને આપી ચેતવણી

'ઈઝરાયલ વિરુદ્ધ કોઈ વળતો હુમલો ન કરે', અમેરિકાએ ઈરાનને આપી ચેતવણી

ઈઝરાયલના હુમલા બાદ અમેરિકાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. અમેરિકાએ કહ્યું કે ઈરાન પર ઈઝરાયલના હુમલા બાદ બંને દુશ્મન દેશોની વચ્ચે સૈન્ય હુમલા બંધ થવા જોઈએ. સાથે જ અમેરિકાએ તહેરાનને ચેતવણી આપી છે કે તે ઈઝરાયલ વિરુદ્ધ કોઈ વળતો હુમલો ન કરે.

અમેરિકાએ કહ્યું છે કે, ઈરાન પર ઈઝરાયલના હુમલાથી હિસાબ બરાબર થઈ ચૂક્યો છે. હવે બંને દુશ્મન દેશોની વચ્ચે પ્રત્યક્ષ સૈન્ય હુમલા બંધ થવા જોઈએ. અમેરિકાએ ઈરાનને હવે ઈઝરાયલ પર જવાબી હુમલા કરવા પર પરિણામ ભોગવવાની ચેતવણી આપી છે. વ્હાઈટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીના હવાલાથી મીડિયામાં આ સમાચાર ચાલી રહ્યાં છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાના તંત્રને લાગે છે કે ઈઝરાયલી અભિયાન ઉપરાંત હવે બંને દેશોની વચ્ચે સીધા સૈન્ય હુમલા બંધ થવા જોઈએ. 

અમેરિકાની આ હુમલામાં કોઈ સંડોવણી નથી

વ્હાઈટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે 'અન્ય સહયોગી દેશ પણ સૈન્ય હુમલા બંધ કરવાને લઈને સહમત છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને શુક્રવારે આખો દિવસ અભિયાન વિશે જાણકારી આપી. વ્હાઈટ હાઉસના નિયમો અનુસાર નામ ન ઉજાગર કરવાની શરત પર અધિકારીએ જણાવ્યું કે ઈઝરાયલી અભિયાન યોગ્ય ટાર્ગેટ પર હતુ. અમેરિકાની આ હુમલામાં કોઈ સંડોવણી નથી. ઈઝરાયલી સેનાના હુમલાની જાણકારી આપતા ઈરાનને ચેતવણી આપી અને કહ્યું કે, અમે 'હુમલા અને બચાવ બંને માટે તૈયાર છીએ.'

ઈઝરાયલના હુમલા બાદ ઈરાને શું કહ્યું

ઈઝરાયલના હુમલાને લઈને એક સમાચાર સામે આવ્યા છે. જે અનુસાર ઈરાને કહ્યું કે ઈઝરાયલી હુમલામાં ઈલમ, ખુજસ્તાન અને તહેરાન પ્રાંતોમાં સૈન્ય ઠેકાણાને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. ઈઝરાયલના હુમલામાં મર્યાદિત નુકસાન થયુ છે. ઈરાનના સશસ્ત્ર દળોનું આ નિવેદન સરકારી ટેલીવિઝન ચેનલ પર બતાવવામાં આવ્યું છે જેમાં નુકસાન સાથે જોડાયેલી ઘણી તસવીર જોવા મળી નથી. 

ઈરાનમાં સૈન્ય મથકો પર શનિવારના હુમલામાં 100થી વધુ ઈઝરાયેલી વિમાનોએ ભાગ લીધો હતો. 2000 કિમી દૂરથી કરવામાં આવેલા આ હુમલામાં F-35 ફાઈટર જેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.