Home / World : Violence erupts in Bangladesh amidst Sheikh Hasina's speech,

શેખ હસીનાના ભાષણ દરમિયાન બાંગ્લાદેશમાં ભડકી હિંસા, ટોળાએ શેખ મુજીબુર રહેમાનનું ઘર સળગાવ્યું

શેખ હસીનાના ભાષણ દરમિયાન બાંગ્લાદેશમાં ભડકી હિંસા, ટોળાએ શેખ મુજીબુર રહેમાનનું ઘર સળગાવ્યું

બાંગ્લાદેશમાં ભયંકર હિંસાનો દોર ફરી શરૂ થઇ ગયો છે. અવામી લીગ દ્વારા આજે દેશવ્યાપી દેખાવોની જાહેરાત કરવામાં આવી હતી જેના પહેલા જ ઢાકા સહિત બાંગ્લાદેશના અનેક શહેરોમાં હિંસા શરૂ થઇ ચૂકી છે. દેખાવકારોએ ઢાકાના ધાનમંડી વિસ્તારમાં સ્થિત બંગબંધુ તરીકે ઓળખાતા શેખ મુજીબુર રહેમાનના ઘરે હુમલો કરી દીધો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હુમલાખોરો બુલડોઝર લઈને આવ્ય હતા. તેમણે શેખ મુજીબુર રહેમાનના ઘરને આગ ચાંપી દીધી હતી. હજારોની સંખ્યામાં અવામી લીગના સમર્થક, કાર્યકરો અને નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી. આજે બાંગ્લાદેશમાં ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બંધ કરી હાઈવે સહિત અનેક શહેરોમાં ચક્કાજામ કરવાની તૈયારી કરી લેવામાં આવી હતી. 

મારી હત્યા કરવા માટેનું કાવતરું

મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર દ્વારા અવામી લીગના નેતાઓ અને કાર્યકરો વિરુદ્ધ થઇ રહેલી હિંસાના વિરોધમાં અવામી લીગે મોટા દેખાવોનું આહ્વાન કર્યું હતું. અવામી લીગના દેખાવોથી ઠીક એક સાંજ પહેલા બાંગ્લાદેશમાં સ્થિતિ બગડી હતી. 

આ દરમિયાન ભારે ઉથલપાથલ વચ્ચે બરતરફ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ અવામી લીગ પાર્ટીના સમર્થકોને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે મારી વિરુદ્ધ બાંગ્લાદેશમાં શરૂ કરાયેલું આંદોલન મારી હત્યા કરવા માટેનું કાવતરું છે. મોહમ્મદ યુનુસ મને અને મારી બહેનને મારી નાખવા માગે છે. જો ખુદાએ મને આ હુમલા બાદ પણ જીવતી રાખી છે એટલે એવું લાગે છે કે જરૂર કંઇક મોટું કામ કરવાનું બાકી હશે. જો એવું ન હોત તો હું આટલી વખત મોતને કેવી રીતે મ્હાત આપી શકી હોત?      

 

Related News

Icon