Home / India : Sonia Gandhi's health suddenly deteriorates, admitted to IGMC Hospital in Shimla

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, શિમલાની IGMC હોસ્પિટલમાં દાખલ કરાયા

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, શિમલાની IGMC હોસ્પિટલમાં દાખલ કરાયા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડતા તેમને શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ (IGMC) હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ ડૉક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે. હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે તેમને કયા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા થઈ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સોનિયા ગાંધી 2 જૂને પોતાની દીકરી પ્રિયંકા ગાંધીની સાથે શિમલા આવ્યા હતા અને છરાબડા ખાતે ખાનગી ફાર્મ હાઉસમાં રોકાયા હતા. અચાનક તેમની તબિયત ખરાબ થતા તેમને IGMC લઈ જવાયા.

માહિતી મળતા જ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ પોતાનો ઉના પ્રવાસ રદ કરી દીધો અને શિમલા પરત ફરી રહ્યા છે. તેમના IGMC પહોંચવાની શક્યતા છે. IGMC હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે.

Related News

Icon