ઈઝરાયેલના PM નેતન્યાહુની સુરક્ષા માટે બનાવ્યું છે ખાસ 'બંકર', જાણો કેવી છે સુરક્ષા?

ઈઝરાયેલ-હામાસના યુદ્ધ વચ્ચે ઈરાન અને લેબનીઝ સંગઠન હિઝબુલ્લાહ પણ મેદાનમાં આવી ગયું છે. તે ઈઝરાયેલ પર સતત મિસાઈલ છોડી રહ્યું છે.

આવા હુમલાથી બચવા માટે જેરુસલેમમાં અંડરગ્રાઉન્ડ બંકર બનાવવામાં આવ્યું છે. જ્યાં યુદ્ધ દરમિયાન PM સહિત દેશના વરિષ્ઠ નેતાઓ લાંબા સમય સુધી સુરક્ષિત રહી શકે છે.

આ બંકર શિન બેટ સુરક્ષા સેવા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. માહિતી અનુસાર ઈઝરાયેલના પીએમ અને નેતાઓનું આ છુપાવાનું સ્થળ ખૂબ જ સુરક્ષિત હોવાનું કહેવાય છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જેરુસલેમમાં આ બંકર લગભગ 20 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું,

જે બોમ્બ અને મિસાઈલ જેવા અનેક પ્રકારના હથિયારોના હુમલાનો સામનો કરી શકે છે. તેમાં કમાન્ડ-કંટ્રોલ ક્ષમતાઓ છે.

આ બંકર તેલ અવીવમાં ઇઝરાયેલના સંરક્ષણ મંત્રાલયના મુખ્યાલય સાથે જોડાયેલું છે. તેને નેશનલ મેનેજમેન્ટ સેન્ટર પણ કહેવામાં આવે છે. 10 મહિનામાં હમાસ સાથેના યુદ્ધમાં તેનો ઉપયોગ થયો ન હતો.

હમાસ નેતા હાનિયાની હત્યા બાદ હવે હમાસ, ઈરાન અને હિઝબુલ્લા સાથે મળી ઈઝરાયેલ પર હુમલો કરવા તૈયાર છે.

આવી સ્થિતિમાં ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ અને વરિષ્ઠ નેતાઓ માટે બંકર ખોલવામાં આવ્યું છે.

Icon