સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ લંડનમાં બીજુ સૌથી મોંઘુ ઘર ખરીદ્યુ છે. આ આલીશાન ઘરની કિંમત 1,446 કરોડ રૂપિયા છે.

અદાર પૂનાવાલાએ હાઇડ પાર્ક પાસે એક સદી જૂના એબરકૉનવે હાઉસને ખરીદ્યુ છે.

આ ઘર પોલેન્ડના સૌથી અમીર વ્યક્તિ અને સ્વર્ગીય ઉદ્યોગપતિ જાન કુલજિકની દીકરી ડોમિનિકા કુલજિકનું હતું.

લંડનમાં કેટલાક ભારતીય ઉદ્યોગપતિઓના ઘર છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીની સ્ટોક પાર્કમાં એક આલીશાન હોટલ છે.આ હોટલ મુકેશ અંબાણીએ 2020માં 529 કરોડમાં ખરીદી હતી.

લક્ષ્મી મિત્તલના પણ લંડનના પોશ વિસ્તારમાં કેટલાક બંગલા છે. બિશપ એવેન્યૂમાં આવેલ સમર પેલેસ તેમની મિલકત છે.

Icon