છેલ્લાં કેટલાય સમયથી રાજ્યભરમાં બૉક્સ ક્રિકેટનો ક્રેઝ વધ્યો છે. જોકે, થોડા દિવસ પહેલાં સુરતના કતારગામમાં થયેલી દુર્ઘટનાને ધ્યાને લઈને હવે અમદાવાદમાં બૉક્સ ક્રિકેટને લઈને પોલિસી બનાવવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરી વાંધા-સૂચનો મગાવવામાં આવ્યાં છે. વાંધા-સૂચનો મેળવ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવીને રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે અને સરકારની મંજૂરી મળ્યા બાદ આ નિયમો લાગુ થશે.

