અમદાવાદના બાવળામાં આવેલા પનામા ગેસ્ટ હાઉસમાં ગર્ભપાત કરવાના રેકેટનો પર્દાફાશ અમદાવાદ જિલ્લા પોલીસની SOGએ કર્યો હતો. આરોપી મહિલા નર્સ હેમલતા દરજીની ધરપકડ બાદ પૂછપરછમાં અમદાવાદના ડોક્ટર હર્ષદ આચાર્યની ગર્ભ પરીક્ષણ કરતા હોવાનું ખુલ્યું હતું, અમદાવાદ જિલ્લા SOGએ આશીર્વાદ હોસ્પિટલના ડોક્ટર હર્ષદ આચાર્યની ધરપકડ કરી છે. અમદાવાદ સોનીની ચાલી ખાતે આવેલી આશીર્વાદ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું. આ ક્લિનિક હર્ષદ આચાર્ય ચલાવતો હતો.

