ગુજરાત રાજ્યની તમામ એન્જીનીયરીંગ / ફાર્મસી સરકારી અને ગ્રાન્ટ-ઈન-એડ કોલેજના વર્ગ 1-2ના 142 જેટલા અધ્યાપકોને છઠા/સાતમાં પગારપંચ હેઠળ ગ્રેડ પેમાં વધારાને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. 142 અધ્યાપકોના એકેડમિક ગ્રેડ પે 7000 ને વધારી 8000 અને 9000થી વધારી 10000 જેટલો કરવામાં આવ્યો છે.

