સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલી રોયલ સ્કવેરમાં ચોંકાવનારી ઘટના બની છે, જેમાં એક વૃદ્ધ વ્યક્તિ પર હુમલો કરાયો હતો. માહિતી અનુસાર, કોઈ અંગત કારણોસર થયેલા ઝઘડામાં આ હુમલો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.ઘટનાનો સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે અને આ ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. ફૂટેજના આધારે પોલીસે હુમલાખોરોની ઓળખ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે.