Ahmedabad news: અમદાવાદ શહેરની Amc સામાન્ય સભા આજે મળી હતી. જેમાં જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકવાહી હુમલામાં મોતને ભેટેલા નિર્દોષ લોકો અંગે શોક વ્યક્ત કરી આતંકવાદી હુમલાની ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી. ત્યારબાદ એએમસીની સામાન્ય સભામાં આતંકવાદી હુમલા પછી ભારતે હાથ ધરેલા ઓપરેશન સિંદૂર અંગે સામાન્ય સભામાં અભિનંદન ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં પીએમ અને સૈન્ય જવાનોને અભિનંદન આપતા ઠરાવ કરવામાં આવ્યો હતો. ઓપરેશન સિંદૂરથી આતંકી અડ્ડાઓનો સફાયો બોલાવ્યો બદલ કેન્દ્ર સરકાર અને સેનાને અભિનંદન પાઠવવામાં આવ્યો. ત્યારબાદ અમદાવાદ શહેરમાં આવેલા વિવિધ તળાવોની સ્થિતિ અને તેની અંદર થયેલા દબાણ અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

