એક તરફ બિહાર વિધાનસભી ચૂંટણીઓ નજીક આવી રહી છે, તો બીજી તરફ લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન (Chirag Paswan)ના પોસ્ટરો પટનામાં જોવા મળતા રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. પોસ્ટરોમાં ચિરાગને બિહારના મુખ્યમંત્રી બનાવાવનો ઉલ્લેખ કરાયો છે. જોકે ચિરાગ પાસવાને આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે તેઓ મુખ્યમંત્રી પદના દાવેદાર ન હોવાનું કહી કહ્યું છે કે, સીએમ નીતીશ કુમાર (CM Nitish Kumar) જ બિહારનું નેતૃત્વ કરશે.

