ગુજરાતમાં યોજાયેલી વિસાદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસની કારમી બાદ શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું હતું. ત્યારબાદ નવા પ્રમુખની નિમણૂંક ન થાય ત્યાં સુધી શૈલેષ પરમારને કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવતાં વિવિધ સમાજો ખાસકરીને પાટીદાર અને કોળી સમાજમાં નારાજગી જોવા મળી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલ દિલ્હીમાં ચાલી રહેલી બેઠકમાં લાલજી દેસાઈ પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે. રાહુલ ગાંધીના વિશ્વાસુ ગણાતા લાલજી દેસાઈ ૨૦૧૮થી રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં લાલજી દેસાઈ સૌથી સક્રિય હતા.

